top of page
Untitled design (6).png

ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે છતાં આપણાં દેશની વસ્તીનો બહુ મોટો ભાગ પોતાનો મત આપતો નથી. આપણી વસ્તીનો મોટો વર્ગ યુવાવર્ગ છે છતાં આપણે ૬૦ વર્ષની ઉંમર ના લોકોને આપણા પ્રતનિધિ બનાવીએ છીએ.

આપણા દેશને યુવા નેતાઓની તાતી જરૂરિયાત છે જે એમના નેતૃત્વ દ્વારા નૈતિક, કર્તવ્યનિષ્ઠ અને ન્યાયપૂર્ણ સમાજનું નિર્માણ કરે. આખા દેશમાં યુવાઓના નેતૃત્વ હેઠળ અલગ અલગ વિષયો પર ચળવળ ચાલી રહી છે અને આપણા દેશની વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવાની ખરી તાકાત યુવાઓ પાસે જ છે.

 

નથી નોનસેન્સ રેડિયો નઝરિયા અને યંગ ઇન્ડિયા ફાઉન્ડેશન ના સહયોગ સાથે એક ઝુંબેશ શરૂ કરી રહ્યું છે જેનો મુખ્ય હેતુ છે યુવા નાગરિકો સ્થાનિક શાસન અને સ્થાનિક નાગરિક સંસ્થાની પ્રક્રિયાઓ માં સક્રિય ભાગ લે. આપણી આસપાસના મુદ્દાઓ તથા સમસ્યાઓનો ઉકેલ લાવવાની જવાબદારી સ્થાનિક નાગરિક સંસ્થાઓની છે અને આપણે એવા પ્રતિનિધિઓને ચૂંટવા જોઈએ જે આ સમસ્યાઓનો નિકાલ લાવે અને સમુદાયોના હિત માટે કામ કરે.

 

સિટી તંત્ર ઝુંબેશ દ્વારા તમે જ્યાં છો તેની આસપાસ, જમીની વાસ્તવિકતામાં બદલાવ લાવી શકો છો. તમે આ યુવાઓ દ્વારા શરૂ કરવામાં આવી રહેલ ઝુંબેશમાં વોલંટીઅર કરી શકો છો અને એનો ભાગ બની શકો છો. આ ઝુંબેશ સમુદાયો તથા નાગરિકોની સ્થાનિક નાગરિક સંસ્થામાં સહભાગિતા વધારશે તથા નાગરિક અને સરકાર વચ્ચે જે અંતર છે એને પણ દૂર કરશે.

 

સિટી તંત્ર કાર્યક્રમ અંતર્ગત તમે આઇઆઇએમ - એ ના સંશોધનકર્તા સાથે કામ કરશો અને વિવિધ કળા માધ્યમો દ્વારા સ્થાનિક શાસન અને સ્થાનિક નાગરિક સંસ્થાઓનું મહત્વ લોકો ને સમઝાવશો અને સાથે સાથે રેડિયો શો દ્વારા નાગરિક અધિકારોના વિષય પર સંવાદ કરશો.

કાર્યક્રમ ની રૂપરેખા:

આ ઝુંબેશ હેઠળ યુવાઓ એક કડક પ્રક્રિયામાંથી પસાર થશે જેમાં વર્કશોપ લેવામાં આવશે અને યુવાઓ જમીની હકીકત પર સંશોધન કરશે, સ્થાનિક સમુદાયો જોડે કામ કરશે અને આ સંશોધનો રેડિયો કાર્યક્રમ દ્વારા અને અન્ય માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડશે.

૧. પસંદગી પ્રક્રિયા પછી આઇઆઇએમ - એ ના સંશોધનકર્તાઓ દ્વારા એક વર્કશોપ લેવામાં આવશે જેમાં તમે સ્થાનિક રાજનીતિ ,સત્તા અને શાસન વિશે જાણકારી મેળવશો.

૨.ત્યાર પછી તમને ફાળવાયેલા વોર્ડ માં તમે સંશોધન કરશો અને એ સમુદાયનો ભાગ બનશો અને સમઝશો કે સ્થાનિક રાજનીતિ અને વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે.

. રેડિયો નઝરિયા દ્વારા વર્કશોપ લેવાશે જેમાં તમે તમારા અનુભવો અને જમીની હકીકતની આસપાસ રેડિયો કાર્યક્રમ બનાવતા શીખશો.

૪. તમે તમારી પસંદગીની કળા અને માધ્યમ દ્વારા અવગણીત અભિપ્રાયોને ડોક્યુમેન્ટ કરશો.

૫. તમે સ્થાનિક પ્રતિનિધિ અને વોર્ડ કાઉન્સિલર સાથે અલગ અલગ સ્તર પર બદલાવ લાવવા માટે કામ કરશો.

આ ઝુંબેશનો ભાગ કોણ બની શકે છે?

૧. એવી વ્યક્તિ જે વિવિધ સમુદાયો સાથે કામ કરવા માટે સમર્પિત છે, જે સ્થાનિક શાસન, વ્યવસ્થા અને યુવા રાજનીતિમાં રસ ધરાવે છે અને જે રોજ ૪-૫ કલાકનો સમય આપી શકે છે.

 

૨. જે વ્યક્તિ અમદાવાદમાં રેહ છે અને આ ઝુંબેશના સમયગાળા દરમિયાન અમદાવામાં જ રેહવાની છે.

 

૩. એવી વ્યક્તિ જે કોઈ એક કળા અથવા માધ્યમમાં રસ અને અનુભવ ધરાવે છે. (દા. ત. ડૂડલ્સ, ડોક્યુમેન્ટરી, પોડકાસ્ટ, મિમ્સ, આર્ટિકલ વગેરે)

 

૪. જેમને હિંદી અથવા ગુજરાતી ભાષા આવડે છે અને આ બન્નેમાંથી કોઈ એક ભાષા માં સરળતાથી વાતચીત કરી શકે છે.

bottom of page