
.png)
शहरनामा
Documenting the marginalised culture with youth
શહેરનામા એક એવો કાર્યક્રમ છે જે અમદાવાદમાં હાંશિયા રહેલા વારસા તથા સંસ્કૃતિને યુવાઓની નજરથી ડોક્યુમેન્ટ કરે છે. અમદાવાદનો વારસો વિભિન્ન સમુદાયોની સંસ્કૃતિનું એક જટિલ મિશ્રણ છે. આ સમુદાયો અલગ અલગ સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ધરાવે છે. શહેરનામા આવા વંચિત સમુદાયોની સંસ્કૃતિ અને વારસાને કેન્દ્રમાં રાખે છે જે મુખ્યધારાથી દૂર છે.
શહેરના યુવા આ કાર્યક્રમ અંતર્ગત સૂફી, ટ્રાન્સજેન્ડર, આદિવાસી અને પ્રવાસી સમુદાયના સંસ્કૃતિ, તેહવારો તથા પ્રથા સાથે જોડાશે. વિડિયો શૂટિંગ, ઓડિયો રેકોર્ડિંગ અને લેખિત રૂપમાં યુવાઓ આ સમુદાયોની સંસ્કૃતિ અને વારસાને ડોક્યુમેન્ટ કરશે અને અમદાવાદના રહેવાસીઓ સુધી અલગ અલગ માધ્યમો દ્વારા પહોંચાડશે.
કાર્યક્રમનું નેતૃત્વ રેડિયો નઝરિયા - સામુદાયિક રેડિયો સ્ટેશન, યુવાઓ સાથે કામ કરતી સામાજિક સંસ્થા - નથી નોનસેન્સ અને આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર પિયુષ પંડ્યા સંભાળશે. આ કાર્યક્રમ બ્રિટિશ કાઉન્સિલની આર્થિક મદદ દ્વારા કરવામાં આવી રહ્યો છે.