nathi nonsense
કોને ખબર?
જો આવતી ક્ષણની કોઇને નથી ખબર, તો આવતી કાલની હોય કોને ખબર?
સંબંધોની સાચી કિંમત આ યુગમાં હોય કોને ખબર? ક્યારે કોની કેવી જરૂર પડે તેની કોને ખબર?
સંપત્તિની દોડમાં સંસ્કાર ક્યાં ખોવાઈ ગયા કોને ખબર? કંઈક મેળવવાની સફરમાં સંઘર્ષ ક્યાં શરૂ થયો કોને ખબર?
સમજણની માયાજાળમાં સંસ્કૃતિ ક્યાં વિસરાઈ ગઈ કોને ખબર? જીવનમાં અહમ્ નો અંક ક્યારે શરૂ થયો કોને ખબર?
આ જીવન પણ છે એક જંગ કોને ખબર? ક્યારે કોનો થઈ જાય સંગ કોને ખબર?
યુવાનીના જોશમાં બાળપણ ક્યાં રોળાઈ ગયું કોને ખબર? ખુદના રોષમાં હોશ ખોઈ બેઠા તેની કોને ખબર?
મશીનના સંગમાં હાથનો રંગ ક્યાં ઊંઙી ગયો કોને ખબર? ને મોબાઈલની મશાલમા મ્હાલવાનો આનંદ દાઝી ગયો – કોને ખબર?
*PART OF THE PERFORMANCE SERIES OF MUKAMMAL 6.0 ( Check the details of the event here)
-કંદર્પ લાખાણી