nathi nonsense
સ્ત્રી હોવાની આડઅસરો (side effects of being a woman)
ઘરવાળો(husband) અને ઘરવાળા(family),
પરાણે બંને માંથી કોઈની પણ જોડે જીવન ન જાય.
ખાવાનું હોય ખારું,
તોય ઘરવાળા કહે,
“આ જ ખાવાનું ખવાય.”
થોડા વર્ષ પછી,
ઘરવાળો કહે,”તારે નાનપણમાં કાંઈક ખાવાનું બનાવતા તો સિખાય!”
સાલું…
કહેવું આપણે બંને જગ્યાએ હોય.
અેટલે, એ સમયે મગજમાં બહુ ઊંચી કક્ષાના વાક્યો પેદા થાય.
પણ, બધાં કહે,” જો તમે સંસ્કારી હોવ, તો કદી કોઈની સામે ન બોલાય.”

પણ પાછા આપણે તો પેલા ઢીટ કહેવાય,
બોલ્યા વગર તો આપણાથી થોડી રહેવાય!
બોલી તો નાખીએ ‘રાજા’ ના જોશમાં,
પણ પછી સામેવાળા નો કોપ(ગુસ્સો),
આપણાથી સહન એય ન થાય.
ચાલો! ધીમે ધીમે આપણી સહનશક્તિ વધીએય જાય.
પણ બધી વખતે આપણી સાથે આવું થાય,
એ આપણાથી જોયું ય ન જાય.
કોઈક વાર મનમાં એવું પણ થાય કે,
ચલો! આ તો જીવન છે.
આવું બધું તો ચાલ્યું જાય.
“હસે!” અને “હસવા” ની વચ્ચે અડધું જીવન વીતી જાય.
તોય સાલું, આપણી મરજી ની તો,
બંને માંથી એકેય ને ભાન ન થાય.
“કોઈ વાંધો નહીં…” એવું મનમાં વિચારીને,
ખાલી ખુદને સમજાઈ શકાય.
એક હદ પછી તો, આપણી અંદર પણ,
એક સત્યાગ્રહી પેદા થાય.
પછી તો બધા સામે એવી જંગ છેડાય,
એવાં ધારદાર શબ્દોરુપી શસ્ત્રો નો મુખમાંથી વરસાદ થાય.
જેમકે એક તીર થી બે નિશાના વિંધાય જાય.
આવું કરતા કરતા, કેટલાય લોકો ઘાયલ થાય.
હવે કેટલા લોકો ઘાયલ થયા?
એ કંઈ ગણવા ન બેસાય.
આયા હોય વચ્ચે,
એટલે, વાગેલા ઘા થોડા તો દુખાય જ.
આ બધું થયા પછી,
આપણી પાછળ એવી બૂમો પડતી સંભળાય કે,
“સાલી! આપણું ખઈને પાછી આપણી સામે થાય.”
એક તો, પહેલા આપણી વાત સમજે નહીં,
એટલે પછી એમને ખાલી આપણા side effects જ દેખાય.

ત્યાર પછી થી તો,
આપણા બધાં features ના એ લોકો,
Default વાળા જ ગીતો ગાય.
સાલા!
મારા રેડિયો (મુખ) માંથી નીકળતા સૂર(વાતો),
બંને માંથી એકેય ને ન સંભળાય.
જો કોઈ આપણી મરજી ન સાંભળે,
તો બસ!
જીવનમાં આવી જ જંગો છેડાય,
ને આવી જંગો ને ‘World War III’ નું નામ દેવાય.
NATHI NONSENSE CELEBRATES INTERNATIONAL MOTHER LANGUAGE DAY TODAY, 21st FEBRUARY, BY WRITING A POST IN GUJARATI FOR THE FIRST TIME.
-Anjali Upadhyay.
#internationalmotherlanguageday #women #patriarchy #gujarati #womensweek