
.png)
શેહરનામા
.png)
કાર્યક્રમ ની માહિતી
રેડિયો નઝરિયા, નથી નોનસેન્સ અને પિયુષ પંડ્યા શરૂ કરી રહ્યા છે ' શેહરનામા ' કાર્યક્રમ. આ કાર્યક્રમ નો સમયગાળો ૨ મહિનાનો છે અને કાર્યક્રમ નો મુખ્ય ધ્યેય અમદાવાદમાં હાંસિયા માં રેહતા સમુદાય ના અસુરક્ષિત સાંસ્કૃતિક વારસાને શેહરી યુવા ડોક્યુમેન્ટ કરે. આ કાર્યક્રમ બ્રિટિશ કાઉન્સિલ ની મદદથી કરવામાં આવી રહ્યો છે. જૂનું અમદાવાદ શહેર ૨૦૧૭ માં યુનેસ્કો વિશ્વ ઐતિહાસિક શહેર જાહેર કરવામાં આવ્યું. આ પ્રક્રિયા માં ઘણી બધી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોને મહત્ત્વ આપવામાં આવ્યું અને ઘણી બધી ધરોહરો હાંસિયા માં જ રહી ગઇ. શેહર ના વારસા ને સંપૂર્ણ રીતે જાણવા માટે એવા વારસા નું ડોક્યુમેન્ટેશન ખૂબ જ જરૂરી જે વારસાની અવગણના કરવામાં આવે છે. હાંસિયા માં રહી ગયેલી ધરોહર અને વારસા ને ઓળખવાની અને સાર સંભાળ રાખવાની જવાબદારી આખા શેહરની છે અને ખાસ કરીને યુવાઓની વધારે જવાબદારી છે. આ પ્રોજેક્ટ દ્વારા અને શેહરના યુવાઓને એમના વારસા તથા ધરોહરો સાથે જોડવા માંગીએ છીએ.
આ પ્રોજેક્ટ હેઠળ આપણે હાંસિયા માં ધકેલી દેવાયેલા ૪ સમુદાય સૂફી સમુદાય, ટ્રાન્સજેન્ડર સમુદાય, પ્રવાસી સમુદાય, આદિવાસી સમુદાયની સંસ્કૃતિ ને, એમના ૪ તેહવારો ને તથા પ્રથાઓને ડોક્યુમેન્ટેશન દ્વારા સમઝીશું.
આ ડોક્યુમેન્ટેશન માટે અમે ૧૮-૨૫ વર્ષની ઉંમરના અને હાંસિયા માં રેહતા સમુદાયમાંથી આવતા હોય એવા ૪ સંસ્કૃતિ પ્રેમી અને ઉત્સાહી યુવાઓને શોધી રહ્યા છીએ (યોગ્યતા ચકાસો). ૨ મહિના લાંબા પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલું યુવા ને માન વેતન(stipend) તથા પ્રમાણપત્ર આપવામાં આવશે.આ ડોક્યુમેન્ટેશન ની પ્રક્રિયા ને સામુદાયિક રેડિયો અને સોશ્યલ મીડિયા દ્વારા વધુ લોકો સુધી પહોંચાડવામાં આવશે.

કાર્યક્રમની મુખ્ય બાબતો
-
૧. અમે શોધી રહ્યા છીએ ૪ યુવા ફેલોઝને જે આ ૪ સમુદાય માંથી આવતા હોય જેથી તેમની સંસ્કૃતિની રજુઆત એ સમુદાયના વ્યક્તિ જ કરે.
-
૨. વર્કશોપ સિરીઝનું આયોજન કરવામાં આવશે જેમાં ફેલોઝ ને સંશોધન અને તેમના અવલોકનને કેવી રીતના ડોક્યુમેન્ટ કરવું એની તાલીમ આપવામાં આવશે અને સાંસ્કૃતિક વારસા વિશે પણ ચર્ચા કરવામાં આવશે.
-
૩. ફેલોઝ ને આ કાર્યક્રમના અંતે માન વેતન અને પ્રમાણપત્ર આપવામાં આવશે.
-
૪. પોડકાસ્ટ, રેડિયો કાર્યક્રમ, વિડિયો અને એમ્પિરિકલ ડેટા સહિતનું સાહિત્ય આ કાર્યક્રમના અંતિમ પરિણામ હશે.
-
૫. આ પરિણામોને સામુદાયિક રેડિયો સ્ટેશન દ્વારા, સોશ્યલ મીડિયા દ્વારા, સામાજિક કાર્યક્રમ દ્વારા અને વિવિધ ડિજિટલ મીડિયા માધ્યમો દ્વારા વધુ લોકો સુધી પહોંચાડવામાં આવશે.
યોગ્યતા
• ફેલો ની ઉંમર ૧૮ થી ૨૫ વર્ષ ની વચ્ચે હોવી જોઈએ.
• ફેલો સૂફી, ટ્રાન્સજેન્ડર, પ્રવાસી અથવા આદિવાસી સમુદાયના હોવા જોઈએ.
• ફેલો સમુદાયના સાંસ્કૃતિક વારસા તથા રિતી રિવાજોને ડોક્યુમેન્ટ કરવામાં રસ ધરાવતા હોવા જોઈએ.
• ફેલોને સામાન્ય ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં લખતા તથા વાંચતા આવડવું જોઈએ.
• આ ફેલોશિપના સમયગાળા દરમિયાન તેઓ જરૂર પ્રમાણે ઉપલબ્ધ હોવા જોઈએ.
કાર્યક્રમ સહયોગી
-
પિયુષ પંડ્યા : આર્કિટેક્ટ અને અર્બન પ્લાનર પિયુષ પંડ્યાએ હેરિટેજ મેનેજમેન્ટ કેંન્દ્ર અમદાવાદમાં કામ કરેલ છે અને આ વિષયમાં ૮ વર્ષનો અનુભવ ધરાવે છે.
-
રેડિયો નઝરિયા: રેડિયો નઝરિયા ૧૦૭.૮ અમદાવાદનું એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન છે જે ૨૦૧૬થી કાર્યરત છે. રેડિયો નઝરિયા ના માધ્યમ દ્વારા સમુદાય ના લોકો તેમના જીવનની અને તેમના જીવનને લગતા મહત્વ ના વિષયોની વાત કરે છે.
-
નથી નોનસેન્સ: નથી નોનસેન્સ એક સામાજિક સંસ્થા છે જે યુવાઓ સાથે સામાજિક અને રાજનીતિક વિષયો પર કામ કરે છે.